જિંદગીનો તાપ – આદમ ટંકારવી
જિંદગીનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું
કે પછી સંતાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
આ તરસ છીપે નહીં, ટીપે નહીં, પીપે નહીં,
ને જિંદગીને શાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
છાંયડા તો કંઈક જીવનમાં મળ્યા ‘આદમ’ છતાં,
આ તરસનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
Related posts:









સુંદર અવાજ અને સ્વર કોનો છે?
બહુ જાણીતો હોય એમ લાગે છે.
આભાર,
નિરલ
ત્રણ જ શેરને જે રીતે મલાવી મલાવીને ગાયા છે એ સાચે જ જાદુભર્યું લાગે છે…
પણ મને લાગે છે કે ગાયકે ભલે ત્રણ જ શેર સ્વરબદ્ધ કર્યા હોય, સાઇટની ખરી શોભા તો આખી ગઝલ મૂકાય એમાં જ છે !
સરસ ગઝલ, ટુંકમા ઘણુ કહ્યુ એ જ ગઝલકારની ખુબી છે…………..
ત્રણ જ શેરથી જુદુ જ સ્વરુપ વર્તાય છે…સુન્દર સ્વર અને કમ્પોઝિશન..ગમ્યું…
સરસ.