Home > ગની દહીંવાલા, ગીત, પુરષોત્તમ ઉપાધ્યાય > આ કોની મનોરમ દ્રષ્ટિથી – ગની દહીંવાલા

આ કોની મનોરમ દ્રષ્ટિથી – ગની દહીંવાલા

January 26th, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીજાણું?
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીજાણું.

આ ઇન્દ્રધનુંની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી,
ફાગણ નહીં આતો શ્રાવણ છે ને એમાં રમી લીધી હોળી.
છંટાઈ ગયા ખુદ વ્યોમ સમું, ધરતી અનુવસ્ત્ર ભીજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીજાણું.

કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા?
શી હર્ષાશ્રુની હેલી કે ધરતીનું કલેવળ ભીજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીજાણું.

આ રસભીની એકલતામાં સાનિધ્યનો સાંજ સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પગરવ છે?
આનંદના ઉઘડ્યા દરવાજા આખું રે ઘર આ ભીજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીજાણું.

Related posts:

  1. Prashant Patel
    January 28th, 2010 at 01:25 | #1

    વાહ! ગની દહીંવાલા અને પુરષોત્તમ ઉપાધ્યાય નો સંગમ એટલે સ્વર્ગ!

  1. No trackbacks yet.