Home > અવિનાશ વ્યાસ, ગીત, દિપાલી સોમૈયા > મારા લાલ રે લોચનીયા – અવિનાશ વ્યાસ

મારા લાલ રે લોચનીયા – અવિનાશ વ્યાસ

September 12th, 2007 Leave a comment Go to comments

સ્વરઃ દિપાલી સોમૈયા

મારા લાલ રે લોચનીયામાં
રૂપની ઝલક આવી ગઈ
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનીયામાં..

આવી ન આવી એ સુરત શમણે,
ત્યાં ક્યારે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનીયામાં..

છોને સૂરજ એ સૂરજ ના રહે,
સૂધા સૂધા કરણી ફૂટે,
છોને સમય નીજ સાંજ બનાવીને
ભાવી તારલીયાનું તેજ લુટે,
તુટે ના તાર લાગ્યો હૈયાના હારનો,
છોને થવાની થઈ,
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનીયામાં..

Related posts:

  1. narendra shah
    April 27th, 2010 at 14:49 | #1

    નવું સંકલન ખુબજ સારું છે. પરંતુ ગીત બધા અટકી અટકી ને વાગે છે .જેથી સાંભળવાની મઝા મારી જાય છે.હેમુ ઘડવી અને દિવાળીબેન ભીલ નું એક પણ ગીત કે નામ સૂચી માં નજર નથી આવતું .બાકી તમારા પરિસરમ ને લાખ લાખ સલામ.

  1. No trackbacks yet.