સ્વરાંકન: અવિનાશ વ્યાસ
સ્વર: અભરામ ભગત
ઓ વનવગડાના વણઝારા રે
જોને મારગ ચીંધે તને ગગનનાં તારા રે..
હેજી કાળી રાતનો માથે માંડવાનો ને
મારગ જે નોધારાં રે.. વણઝારા રે..
કંટક કેરી કેડી ખેડી તારે જાવું દૂરને દેશ
જડે જરી વિસામો વાતે, છે વિખરો તારો વેશ
એજી તારી ખેપમાં બાંધ્યા તેં તો
પાપ પુણ્યના ભારા રે.. વણઝારા રે..
તુજ પગથી પર ફૂલને પત્થર એ બે ઠેલા ખાય રે..
સુખ દુ:ખના ઓળા અમથા આવે એવા જાય
એજી તરસ્યા તનમન મૃગજળ દેખેને
અંગ બને અંગારા રે.. વણઝારા રે..
તારે મારગ મળે ન ભોમિયો ને ભૂલતો જાય પગથાર
હે જીવનભરનો જમા કરેલો તારે રે માથે તારો ભાર
હેજી જોઈ આવ્યો ઓલો ધરતીનો છેડો
તને કોણ કરે અણસારા રે.. વણઝારા રે..
સ્વર: ગાર્ગી વોરા
પાછલી તે રાતનો પડછાયો બોલે રે,
જંપેલા જીવડાને આવી ઢંઢોળે.
કેમ નથી આવવું, બાંધ તારી ગાંસડી
ક્યાં સુધી મ્હાલવું..
જનમ્યાંનું સાથી કો દૂર થકી વોલે રે..
પાછલી તે રાતનો પડછાયો બોલે રે..
જનમ્યું જીવતરની ભેળું મરણું તું ભૂલ્યો
ને જગની ગોઝારી ડાળીએ બહુએ તું ઝૂલ્યો.
હાલ હવે હિંચવાને નોખે હિંડોળે..
પાછલી તે રાતનો પડછાયો બોલે રે..
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: સમૂહ ગાન
સાજે ગુંજે રાગ ઘેરો વૈરાગી
રંગ વિલાસની વાટ ત્યજી
અલખના મલકની રટ લાગી.
છાઈ રે રૂપમંજરી રંગભર કંઠે સરી
વનમાં જાણે મધુરવ ગંઠે, કોકિલ ટહુકે
હૈયું લેતી હરી.. છાઈ રે..
સાજે ગુંજે રાગ ઘેરો વૈરાગી
ગરવા કોઈ જોગ તણો રંગ લાગ્યો
ગહન કોઈ પ્રતિભાનો એને સંગ લાગ્યો
સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય
હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના..
હજુ ચંદ્ર નથી બુજાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શામલ પગલાં
થોડું દૂર રહ્યું પરભાત.
જરી ચમક્યું ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના..
હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર.
હજુ ઢાળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને સૂનકાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના..
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે.
મહેંદી રંગ લાગ્યો..
નાનો દીયરીયો લાડકો ને
કંઈ લાવ્યો મહેંદીનો છોડ રે
મહેંદી રંગ લાગ્યો..
વાટી-ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે
મહેંદી રંગ લાગ્યો..
હાથ રંગીને વીરા શું કરું રે
એનો જોનારો પરદેશ રે
મહેંદી રંગ લાગ્યો..
લાખ ટકા આલું રોકડા રે
કોઈ જાજો દરિયા પાર રે.
મહેંદી રંગ લાગ્યો..
સ્વર: મેધા યાજ્ઞિક
સંગીત: મયુર દવે
સૂનાં સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને નાહવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નંઈ…
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઈ,
શું રે કહેવું મારે માવડી ને જઈ?
પાછી વળી ત્યારે બેડલું નંઈ..
કેટલું રે કહ્યું પણ કાળજું ન ચોર્યું,
ને ચોરી ચોરીને એણે બેડલું રે ચોર્યું.
ખાલીખમ બેડલાથી વળે નહીં કઈ..
પાછી વળી ત્યારે બેડલું નંઈ..
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈ દે મારું બેડલું મારા દલડાને લઈ..
પાછી વળી ત્યારે બેડલું નંઈ..
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: સમુહગાન
હે આકાશ તું અજવાળાનું ઘર,
પહેલું અજવાળું પરમેશ્વરનું,
બીજું અજવાળું સુરજનું;
ત્રીજું અજવાળું ચંદર ને તારા,
ચોથું સંધ્યાની રજનું.
પાર નથી જગે અજવાળાનો
એ તો સૌથી પર..
હે આકાશ તું અજવાળાનું ઘર.
આકાશ રડે સારી રાત,
પ્રથમ એનાં અશ્રુનાં બિંદુથી
ઘડાયો ચંદ્રનો ઘાટ;
લખકોટી તારા આસું છે કોઈનાં,
કોણ જાણે એનાં મનની વાત.
આસુંનાં તેજ આકાશમાં રહીને
આજ બન્યા છે અમર..
હે આકાશ તું અજવાળાનું ઘર.
રજનીની શૈયાથી જાગીને
સુરજે ઉષાનાં ઓજસમાં મુખ ધોયું;
કિરણોની અંગુલી અવનીને અડકી
જગ જાગ્યું ને તેજનું રૂપ જોયું.
તિલક કર્યું ભાલે, કંકુનું ક્ષિતીજે
સાંપડ્યો સોહાગી વર..
હે આકાશ તું અજવાળાનું ઘર.
મિત્રો,
અત્યારે જ્યારે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં જ શરૂ થવાની છે ત્યારે આ ગીત આજનાં સમયમાં પરીક્ષા સમયે વિદ્યાર્થીની માનસીક પરિસ્થીતિ અને પરિણામ જાહેર થયા બાદ ડિગ્રીની જાહેરમાં થતી લીલામીને સુંદર રીતે રજૂ કરે છે.
સ્વર: સમુહગાન
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
રીક્ષા.. પકડો રીક્ષા..
કેમ? આવી પરીક્ષા.. આવી પરીક્ષા..
રૂધિર કેરું પાણી કરતી,
શીક્ષણમાં ચોરી શીખવતી,
સાચી ખોટી ભણનારાને કરતી એ શીક્ષા.
આવી પરીક્ષા.. આવી પરીક્ષા..
ગોખો.. ગોખો.. ગોખો.. ગોખો..
અડધા ઉંઘો, અડઘા જાગો,
ચોટલીને ખીલે બાંધી જીવણીયાને જોખો.
આવી પરીક્ષા.. આવી પરીક્ષા..
માથાકુટીયું મૅથમટિક્સ..
માથાકુટીયું મૅથમટિક્સ..
ગણગણતું બળબળતું દુ:ખનો દરિયો લાવ્યું.
માથાકુટીયું મૅથમટિક્સ..
જય જિઓમિટ્રિ મા.. જય જય જિઓમિટ્રિ મા..
તારા શા ગુણ ગાવા, તારા શા ગુણ ગાવા.
જય જિઓમિટ્રિ મા..
અ પૉઇન્ટ હેઝ અ પોઝિશન,
અ લાઇન હેઝ અ લેંન્થ.
અ સર્કલ ઇસ અ જોડિયો પડીઓ
વોટ અબાઉટ ધ સ્ટ્રેન્થ?
લઈ દિત્રોમાં ડિગ્રી સીધા સરકારી ઑફિસમાં જાય,
ધોળામાં કાળું કરનાર કુહાડીનાં હાથા થઈ જાય.
ત્યાં જઈને અફળાય અમારી શીક્ષણની નૈયા..
આવી પરીક્ષા.. આવી પરીક્ષા..
દોડો દોડો.. પેપર પેપર..
દોડો દોડો.. પેપર પેપર..
દોડો દોડો દોડો દોડો દોડો.. પેપર ફૂટ્યું..
મારા રામનાં રખવાળા ઓછા હોય નહીં,
એનાં ધાયેલા ધાવણમાં ધાબા હોય નહીં.
મારા રામનાં રખવાળા..
એનું ઢોલ અગમથી વાગે,
અગમ-નીગમની વાણી ભાખે,
એનાં આંખ્યુંના અણસારા ધોખા હોય નહીં.
મારા રામનાં રખવાળા..
કાયા જ્યારે કરવટ બદલે,
પડખાયે એ પગલે પગલે,
એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..
સુખ દુ:ખનાં તડકા છાયાં,
માયમાં મુંઝાતી કાયા,
એનાં પાપણનાં પલકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

સ્વર: શ્યામલ મુન્શી, આરતિ મુન્શી
જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઈને મગન, લહેરા જા..
મૂકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા. જા..
જા રે ઝંડા જા..
શહીદ થઈને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા
મુક્ત થઈ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા..
જા રે ઝંડા જા..
દિવાલ થઈને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ
મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાનો રંગ ઢળે
આભને બુરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા..
જા રે ઝંડા જા..