પાછલી તે રાતનો – અવિનાશ વ્યાસ
આલ્બમ:સમન્વય ૨૦૦૮
સ્વર:ગાર્ગી વોરા
સ્વર:ગાર્ગી વોરા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પાછલી તે રાતનો પડછાયો બોલે રે,
જંપેલા જીવડાને આવી ઢંઢોળે.
કેમ નથી આવવું, બાંધ તારી ગાંસડી
ક્યાં સુધી મ્હાલવું..
જનમ્યાંનું સાથી કો દૂર થકી વોલે રે..
પાછલી તે રાતનો પડછાયો બોલે રે..
જનમ્યું જીવતરની ભેળું મરણું તું ભૂલ્યો
ને જગની ગોઝારી ડાળીએ બહુએ તું ઝૂલ્યો.
હાલ હવે હિંચવાને નોખે હિંડોળે..
પાછલી તે રાતનો પડછાયો બોલે રે..
સરસ ગીત, આભાર…………….
મને પણ ગમ્યું
NOT RTELATED TO THIS SONG BUT LIST OF SINGERS DOES NOT INCLUDE NAME OF GREAT LATE SHRI HEMU GADHVI DULA BHAYA KAG ETC. TRY TO DO SOMETHING IF U CAN DO THANKS
સુંદર રચના… ગાર્ગીને જેમ જેમ વધુ સાંભળું છું એમ એમ પ્રતીત થતું જાય છે કે આ છોકરી ગુજરાતની લતા મંગેશકર છે…
આ ગીત કયા રાગ પર થી છે ? એ જણાવશો?