મહેંદી રંગ લાગ્યો – અવિનાશ વ્યાસ



મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે.
મહેંદી રંગ લાગ્યો..

નાનો દીયરીયો લાડકો ને
કંઈ લાવ્યો મહેંદીનો છોડ રે
મહેંદી રંગ લાગ્યો..

વાટી-ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે
મહેંદી રંગ લાગ્યો..

હાથ રંગીને વીરા શું કરું રે
એનો જોનારો પરદેશ રે
મહેંદી રંગ લાગ્યો..

લાખ ટકા આલું રોકડા રે
કોઈ જાજો દરિયા પાર રે.
મહેંદી રંગ લાગ્યો..