માથે મટુકડી..
માથે મટુકડી મહીની ઘોળી
હું મહીયારણ હાલી રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..
સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુને
લાજો કાઢ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..
સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુને
ઝીણું બોલ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..
સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુને
પાયે લાગ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..
સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મુને
પ્રીત કર્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..
No related posts.









સરસ ગરબો છે.
Shobha Sanghavi of Rajkot is the singer of this Garbo.
Always look forward to hear new song
almost every day.
Thanks.
Do you have any information about website from which I can download this type of traditional Ras Garba.
Thanks & regards
સરસ ગરબો.
સુંદર અતિ સુંદર , નીરજ ભાઈ મજા આવી આ ગરબો સાંભળીને …. ખુબ ખુબ આભાર
નવરાત્રિ મા ગરબા સાઁભળવાની ખુબ મજા આવી
Navratri maa garbaa sambhalvani khub maja aavee