Home > અજ્ઞાત, ગરબા-રાસ > મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો..

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો..

September 26th, 2009 Leave a comment Go to comments

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો,
માં તારો સોના રૂપાનો બાજોઠીયો.

પહેલી પોળમાં પેસતાં રે સામાં સોનીડાના હાટ જો
સોનીડો લાવે રૂડાં ઝૂમણાં રે મારી અંબામાને કાજ જો.
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

બીજી તે પોળમાં પેસતાં રે સામાં વાણીડાના હાટ જો,
વાણીડો લાવે રૂડી ચૂંદડી રે મારી બહુચરમાને કાજ જો.
બહુચરા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

ત્રીજી તે પોળમાં પેસતા રે સામાં મણીયારાના હાટ જો,
મણીયારા લાવે રૂડી ચૂડલી રે મારી કાળકામાને કાજ જો.
કાળકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

ચોથી તે પોળમાં પેસતાં રે સામાં માળીડાના હાટ જો,
માળીડો લાવે રૂડાં ગજરા રે મારી રાંદલમાને કાજ જો.
રાંદલ તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

Related posts:

  1. Gandhi M.D., U.S.A.
    September 26th, 2009 at 17:10 | #1

    સરસ ગરબો મુક્યો છે.

  2. Arvind Patel
    September 26th, 2009 at 23:28 | #2

    નવરત્રિના ઉત્સવમા આ ગરબો મેલ્યો તે ધન્હુ સરસ કામ કર્યુ. સાથે ગાયક ને આભ૨.

  3. September 28th, 2009 at 12:59 | #3

    આ ગરબાનો લય અદ્ભુત છે. ગાયું છે પણ સરસ.

  4. Prashant Shah
    September 29th, 2009 at 07:24 | #4

    દરેક ગીત-ગરબાના ગાયક તથા કેસેટનું નામ, પબ્લીશરનું નામ આપવા વિનંતી જેથી તે ખરીદિ શકાય.ગીત-ગરબા ઓનલાઇન સાંભળવામાં કંટીન્યુઇટી જળવાતી નથી.ખૂબ સરસ કામ કરી રહ્યા છો, તે બદલ હાર્દિક અભિનંદન…

  5. Maheshchandra Naik
    September 30th, 2009 at 21:38 | #5

    સરસ ગરબો, સ્રરસ મનભાવન ગાયકી,વિશેષ નવરાત્રીનો પ્રસગ, શ્રી પ્રશાતભાઈના સુચન સાથે સહમત થઈને મારી પણ અરજ છે…………

  1. No trackbacks yet.