Home > અજ્ઞાત, કૃષ્ણગીત > મારે તે ગામડે એકવાર આવજો…

મારે તે ગામડે એકવાર આવજો…

October 5th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારે તે ગામડે એકવાર આવજો,
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એકવાર આવજો

મારા માખણીયા મીઠાં મીઠાં ચાખજો,
મારે તે ગામડે એકવાર આવજો

મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ
સૂનાં સૂનાં છે ગામ રાધાનાં શ્યામ વીનાં
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વીનાં

અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી કહો ક્યારે વગાડશો
હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે તે ગામડે એકવાર આવજો

વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઇ
આવ્યા પ્રસંગ રંગભીના હો…
મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એકવાર આવજો

Please follow and like us:
Pin Share
  1. Anita
    September 15th, 2008 at 06:07 | #1

    i mailed it myself

  2. October 27th, 2008 at 22:02 | #2

    એ્્કેલ્લેન્ત લોક ગિત – હવેન્ત હેઅર્ત ફોર અ લોન્ગ તઇ

  1. No trackbacks yet.