રસ્તો – ભીખુભાઈ ચાવડા ‘નાદાન’
સ્વર: મનહર ઉધાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“એક સફરની વાત છે કે રાહમાં આંધળા અડફટમાં આવી જાય છે
એક નજરની વાત છે કે પ્રેમમાં આંધળા રસ્તો બતાવી જાય છે.”
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો,
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો.
તમે ચેતવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે,
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો.
કહો આ આપના સંબંધની ના કઈ રીતે કહેશો?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.
જતો ‘તો એમને ત્યાં એ રીતે સમા મળ્યા તેઓ,
પૂછી પૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો?
પ્રતીક્ષા નહીં કરો તો પણ એ કરવાની ફરજ પડશે,
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.
Related posts:
બહુજ સ્ર્ર્સ્ મુકેશો જોશિ નુ ગિત તોએ બા એકલા રહે ,લિસ્ત મા નાખ્શો please
ભીખુભાઈ ચાવડા મારા સ્કૂલના સહાધ્યાયી. તેમનું કુટુંબ ઘણી જ સામાન્ય આર્થિક પરિસ્થિતિનું પણ ખૂદ ઘણાજ ખૂદ્દાર અને હોનહાર . શાળાના અભ્યાસમાં હમેશા અવ્વલ . ટ્યુશન કરી અભ્યાસનો ખર્ચ ઉપાર્જન કરતા અને જીવનમાં પણ ટ્યુશન ક્લાસ ચલાવવામાં અવ્વલ સફળતા પ્રાપ્ત કરી નામના મેળવી .
મુશાયરામાં તેમને સંભાળવા એક લ્હાવો હતો .
તેમની અન્ય રચનાઓ ભલે ગાવામાં ના આવી હોઈ તો પણ તેમાંથી ચુનંદી રચનાઓ અત્રે આપવામાં આવે તો ઘણો જ આવકાર પામશે. આ ઈછાપુરતી થશે?