Home > ઇંદુલાલ ગાંધી, ગીત, રાસબિહારી દેસાઈ > મધરાતે સાંભળ્યો મોર – ઇન્દુલાલ ગાંધી

મધરાતે સાંભળ્યો મોર – ઇન્દુલાલ ગાંધી

February 9th, 2010 Leave a comment Go to comments

સ્વર: રાસબિહારી દેસાઈ

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર,
મધરાતે સાંભળ્યો મોર.

વાદળાય નહોતા ને ચાંદોય નહોતો
ઝાકળનો જામ્યો તો દોર,
ઝાકળને માનીને વાદળનો વીંઝણો
છેતરાયો નટવો નઠોર.
મધરાતે સાંભળ્યો મોર..

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઉઘડી
ઝાકળ કારમાણી કોર,
રંગ કેરાં ફૂમતડા ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર.

Related posts:

  1. February 10th, 2010 at 12:55 | #1

    હળવી હલકમાં ગાયેલું સુંદર ગીત…

  2. June 17th, 2010 at 19:21 | #2

    શ્રી રાસબિહારી દેસાઈના અન્ય ગીતો પણ મૂકવા માટે નમ્ર વિનંતી

  3. December 5th, 2010 at 07:18 | #3

    રાસજીના ઘૂંટાયેલા અવાજે તથા કાવ્યના શબ્દોએ ઘેલું લગાડ્યું છે.

  1. No trackbacks yet.