હરિ હળવે હળવે હંકારે – ભૂષણ દુઆ
સ્વર: પ્રફુલ દવે
હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે,
મેં તો લગામ દીધી હાથ હરિને, હરી ચાહે તો પાર ઉતારે.
કાયાની કોઠીમાં કોડા કરતુક ઘાસ ભરેલા છે,
ને કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે,
કૈક કંકર, કૈક કુસુમ કાંટા ને પેટનું પાપ પોકારે,
હરિ હળવે હળવે હંકારે..
દેવની ડેલી દૂર નથી કંઈ કરણી કરેલ કહી દે,
ને વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો પંડને કાજે દઈ દે,
છે સતના જેવી મૂડી, નથી જે આવે હારે હારે,
હરિ હળવે હળવે હંકારે..
Related posts:









Felt good to listen to this Bhajan after a long time — Especially in Praful Dave’s “Dairo” voice. Thanks.
સુન્દર ભજન .. અને હા ફિલિન્ગ્સ મેગેઝિન પર રણકાર.કોમ ને જોઇ ખુશી થઇ .. ખૂબ ખૂબ અભિનન્દન …
વરસોથી સાંભળતા આવ્યા છીએ આ ભાવ અને અર્થસભર ગીત, પણ ખેલદીલીથી એટ્લું સ્વીકારીશ કે, આ ગીતના કવિનું નામ આજે રણકાર પરથી જાણ્યું…..
આભાર.
ભજન ઘણા વખતે માણવા મળ્યુ, આનંદ અનુભવ્યો..આભાર…..
ઘણા વખતે ખુબજ ગમ્તુ ભજન સામ્ભળવા મળ્યુ..
અભીનન્દન..
રણકાર પર ઘણા જુના અને સરસ ભજનો સામ્ભળવા મળે છે.
સારુ લાગે છે..
March 17th,2010 at 7.00 Mumbai ભજન ખુબજ સરસ , મજા આવિ ગઇ આભાર