Home > અમર ભટ્ટ, ગઝલ, મનોજ ખંડેરીયા > દરવાજે ઉભો છું – મનોજ ખંડેરિયા

દરવાજે ઉભો છું – મનોજ ખંડેરિયા

March 11th, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: અમર ભટ્ટ

પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.

Related posts:

  1. kanubhai Suchak
    March 11th, 2010 at 12:11 | #1

    વાહ ! ક્રુતિ,સ્વરાંકન અને સ્વર સર્વાંગ સુંદર રચના. અભિનંદન નિરજભાઈ.

  2. March 11th, 2010 at 12:37 | #2

    સુંદર ગઝલ અને એવું જ કર્ણમધુર સ્વરાંકન અને ગાયકી…

    રણકારનો રણકો પુનઃ ગુંજતો થઈ ગયો એ જોઈ આનંદ થયો…

  3. March 11th, 2010 at 19:37 | #3

    બચેલા શ્વાસનેી સોગાત લઇ દરવાજે ઉભો…… બહુજ સુદર મનોજભાઇ / નિરજભાઇ…

  4. sudhir patel
    March 14th, 2010 at 04:19 | #4

    ગુજરાતીમાં ગઝલને ગઝલની રીતે ગાવાવાળા ગાયકો કેટલા? એમાં અમર ભટ્ટ સરતાજ ગાયક છે!
    પોતાની અદભૂત ગાયકીથી ગઝલને એક નવી જ ઊંચાઈ બક્ષનાર અમર ભટ્ટને દિલથી સલામ!
    સુધીર પટેલ.

  5. Haribhai Parmar
    March 20th, 2010 at 16:26 | #5

    બહુજ સુન્દર ગઝલ – મેહ્ન્દિ હસન ની યાદ આવિ ગઈ

  1. No trackbacks yet.