નજરુંના કાંટાની ભૂલ – સુરેશ દલાલ
સ્વર: વિભા દેસાઈ
નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ ઉન્હે પ્હોરે જાણે પીપળો
વેણુના વેણ મહીં ડૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…
એકલીને આંહી બધું લાગે અળખામણું,
તારે તે સંગ ભલા ટહુકે સોહામણું
તું જે કહે તે કબૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…
Related posts:









વાહ નીરજ, ગીત સાભળવાની મજા આવી ગઇ.
કેતન
કૌમુદી મુનશી આ ગીત માટે પ્રખ્યાત હતા.
વિંધે હૈયુ ને તોયે ફુલ્…વાહ્હ્..! સરસ્…
સ
સરસ ગીત છે.તેમાં છેલ્લી પંકતિ ઓ તો મને બહું જ ગમી.