Home > ગઝલ, પાર્થિવ ગોહિલ, રવિ ઉપાધ્યાય > કોઈ શબ્દોની સમજ – રવિ ઉપાધ્યાય

કોઈ શબ્દોની સમજ – રવિ ઉપાધ્યાય

March 29th, 2010 Leave a comment Go to comments

પ્રસ્તાવના: ડો. જગદીપ ઉપાધ્યાય
સંગીતકાર: પ્રકાશ ઉપાધ્યાય
સ્વર: પાર્થિવ ગોહિલ

કોઈ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે.

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે.

કાષ્ટ્માં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે.

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં
ફૂલની પિછાણ તો અત્તરથી પડે.

લાગણીનું પણ સદા એવું જ છે
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે.

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’
રામ નામે સેતુ તો પથ્થરથી બને.

No related posts.

  1. March 29th, 2010 at 08:36 | #1

    પ્રેમ નો સાચો પરિચય ત્યાગમાં….લાગણી ક્યાંથી જન્મી ક્યા જઈ ઢળતી રહે .. વાહ…!!એકદમ સરસ …!! આમ તો આખી રચના એકદમ સુંદર છે …પ્રસ્તાવના પણ અતિ સુંદર …!!! પાર્થિવનો સુંદર સ્વર….

  2. આકાશ
    March 31st, 2010 at 11:58 | #2

    રવિ ઉપાધ્યાયના બહુ જ સરળ પણ ઉંડા મર્મવાળા શબ્દોને પ્રકાશભાઇએ સુંદર રીતે સજાવ્યાં છે અને ભાઇ પાર્થિવે એનાં મધુર કંઠમાં આ સુંદર રચનાને ઉજાળી છે. ડો. જગદીપ ઉપાધ્યાયની પણ પ્રસ્તાવના કૃતિ અનુસાર ઉત્તમ રહી. સહુને ધન્યવાદ.!

  3. Pranav
    March 31st, 2010 at 12:32 | #3

    બહુ જ સુંદર……”કોઇ શબ્દોની સમજ”ને બિરદાવવા માટે મારી પાસે શબ્દો ઓછાં પડે છે. કહેવાય છે કે ગઝલનો એકાદ શેર પણ સારો હોય તો એ આખી ગઝલ પ્રચલિત થઇ જાય છે. અંહી તો આખી રચનાનાં દરેક શેર વખાણવા લાયક છે. સ્વર, સ્વરાંકન અને પ્રસ્તાવનાનો ઉમદા સાથ રહ્યો છે.

  4. Neerav Desai
    April 1st, 2010 at 20:24 | #4

    લાગણીનું પણ સદા એવું જ છે,
    ક્યાંથી જન્મી, ક્યાં જઇ ઢળતી રહે……
    કેવી સાચી વાત કેવી સુંદર રીતે કહેવાઇ છે. આ ગઝલનાં શબ્દો, સંગીત, સ્વર અને પ્રસ્તાવનાં ઉચ્ચકોટિનાં રહ્યાં છે. અભિનંદન….

  1. No trackbacks yet.