છલ છલ છલ – જયંત પલાણ
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
છલ છલ છલ ઓરે જમુનાના જળ
જઈને કહો સવારીયાને
એક ઝંખે ગોપી પલ પલ પલ.
એના ગૂંથે નહીં એ ફૂલડે કેશ,
એની આંખડીએ નાં આંજે મેંશ,
એનો મલીન થયો કઈ રઝળી વેશ,
તોય ચરણો કહે એને ચલ ચલ ચલ.
છલ છલ છલ ઓરે જમુનાના જળ.
આ એજ કદંબની છાયા
જ્યાં બંસી સ્વર રેલાયા,
લાગી મનમોહનની માયા
ખીલ્યા પ્રાણ પુષ્પના રે દલ દલ દલ
છલ છલ છલ ઓરે જમુનાના જળ.
Related posts:









વાહ ….સુંદર…!!! સુંદર લયબદ્ધ રચના ..!!!
સરસ અવાજ છે.
ઐશ્વર્યા મજમુદારનો અવાજ ઝડપભેર પાકટ થઈ રહ્યો છે અને વધુ મીઠો પણ!!!
વારંવાર સાંભળવી ગમે એવી ગાયકી અને સ્વરાંકન…
આ રચના સાંભળતા વ્રુન્દાવનમા બેઠા હોય તેવી અનુભુતિ થાય છે.