Home > ગીત, સમન્વય ૨૦૦૯, હિતેન આનંદપરા, હેમા દેસાઈ > હૈયામાં એક મોર પાળ્યો છે મેં – હિતેન આનંદપરા

હૈયામાં એક મોર પાળ્યો છે મેં – હિતેન આનંદપરા

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વર:હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર?

સાભાર: ઊર્મિસાગર

  1. Shivani
    April 7th, 2010 at 23:50 | #1

    ખુબ સુંદર…..શબ્દો પણ ખુબ સરસ છે.

  2. April 8th, 2010 at 06:43 | #2

    વાહ… જેવું સરસ ગીત એવી જ મજાની ગાયકી… સ્વરાંકન અને સંગીત- બંને પણ ખૂબ જ હૃદયંગમ થયા છે.

  3. April 18th, 2010 at 00:49 | #3

    સુંદર શબ્દો—સુંદર સ્વર અને સંગીત ….!!

  1. No trackbacks yet.