Home > અદમ ટંકારવી, અમર ભટ્ટ, અમર ભટ્ટ, ગઝલ, સમન્વય ૨૦૦૯ > હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી

હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?
અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે?

જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?

કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?

જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,
‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે?

  1. No comments yet.
  1. No trackbacks yet.