Home > કાવ્ય પઠન, કાવ્યપઠન, ગઝલ, રમેશ પારેખ > હોય તોય શું? – રમેશ પારેખ

હોય તોય શું? – રમેશ પારેખ

April 10th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:કાવ્ય પઠન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મિત્રો,
કવિના પોતાના અવાજમાં તેમની રચનાનું પઠન સંભાળવું પણ એક લાહવો છે. આજથી દરેક શનિવારે એક કાવ્યપઠન મુકવાનો પ્રયત્ન છે. માણીએ ર.પા. ના અવાજમાં તેમની જ એક ગઝલ.

ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું?
કાગળમાં ચીતરેલું કમળ હોય તોય શું?

બારીની આ તરફનો હું એક હિસ્સો છું ‘રમેશ’
પેલી તરફ જવાની તલપ હોય તોય શું?

જંગલ વચ્ચે રહેવા મળ્યું પાનખર રૂપે,
ગુલમ્હોર શ્વાસ જેવા નિકટ હોય તોય શું?

શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું?

રંગો કદીયે ભોળાં નથી હોતા એટલે,
લીલુંચટ્ટાક આખું નગર હોય તોય શું?

નખ જેવડું અતીતનું ખાબોચિયું ‘રમેશ’
તરતાં ન આવડે તો સમજ હોય તોય શું?

Please follow and like us:
Pin Share
  1. April 10th, 2010 at 09:37 | #1

    સરસ છે.

  2. pathik mehta
    April 11th, 2010 at 08:15 | #2

    good gazal, post more such gazals

  3. April 15th, 2010 at 17:44 | #3

    કવિના અવાજની એક અલગ જ મઝા હોય છે.

  4. r
    August 6th, 2010 at 05:06 | #4

    nice

  5. October 19th, 2011 at 10:54 | #5

    કવિ ના શબ્દો સોભળવાના અપના નસીબ ક્યોં ,,,,,,,

  1. No trackbacks yet.