શબ્દની સાથે – હર્ષ બ્રહ્મભટ્ટ
પઠન: હર્ષ બ્રહ્મભટ્ટ
શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,
આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે.
બારસાખે સાત ચોમાસા ઝૂલે તોરણ બની,
પહાડ આ જ્વાળામુખીનો આજ તો ટાઢો થશે.
રાતના અંધારને ચાખ્યા પછી હું તો કહું,
આગને જો આગની સાથે ઘસો છાંયો થશે.
સો સમુદ્રો માંય એવા મહેલને બંધાવવા,
આભ આખુંય અમે ખેડી દીધું, પાયો થશે.
સાત ઘોડા જોડાશો ને તોય પણ ફેરો થશે,
રેતમાં જો સૂર્યને ઝબકોળશો મેલો થશે.
એટલોતો ખુશ છું કે શી રીતે હું વર્ણવું,
છેક દરિયાઓ સુધી આ આંસુનો રેલો જશે.
Related posts:









સુંદર ગઝલ… મત્લા વધુ ગમી ગયો.
સરસ ગઝલ …
શ્રી હર્ષ બ્રહ્મભટ્ટજીની કસાયેલી કલમ અને અભિવ્યક્તિની સરળતા, એમના આગવા મિજાજથી એમની દરેક ગઝલ એક અલગ ભાવ-વિશ્વ ખડું કરી શકે છે.
ખૂબ સુંદર રચના.
-અભિનંદન સર !
ક્યા બાત હૈ !