Home > અનિલ જોશી, ગીત, બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય > ઝીણા ઝીણા રે આંકેથી – અનિલ જોશી

ઝીણા ઝીણા રે આંકેથી – અનિલ જોશી

April 19th, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા
સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય

ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા,
કાયા લોટ થઈ ને ઉડી, માયા તોય હજી ન છૂટી,
ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયા..
ઝીણા ઝીણા રે..

સૂની ડેલીને જોઈ પૂછશો ના કોઈ,
કે અવસરિયા કેમ નથી આવતા?
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને,
એટલે તોરણ નથી રે બાંધતા..
ઝીણા ઝીણા રે..

એક રે સળીને કોયલ માળો માનીને,
જીવતર જીવી ગઈ હવે થાય શું?
ઈ રે માળામાં કોઈ ઈંડું ન મુકશો,
મુકશો તો હાલરડાં ગાઈશું..
ઝીણા ઝીણા રે..

Related posts:

  1. April 20th, 2010 at 07:01 | #1

    સુંદર ઝીણવટથી ચાળેલી રચના… હૃદયસ્પર્શી… ગાયકી પણ સરસ છે…

  2. April 22nd, 2010 at 18:25 | #2

    ખુબ જાણીતું ગીત. મઝાનું સ્વરાંકન.

  1. No trackbacks yet.