Home > આરતિ મુન્શી, કૃષ્ણગીત, ભાસ્કર વોરા > મુખ પર મલકાયું – ભાસ્કર વોરા

મુખ પર મલકાયું – ભાસ્કર વોરા

April 20th, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન: આશિત દેસાઈ
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: આરતી મુનશી અને વૃંદ

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ!

જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,
પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ!
આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ!

મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,
લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા ને ઊડતા લાખેણા લાડ!
લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ!

Related posts:

  1. April 20th, 2010 at 07:18 | #1

    સુંદર ગીતરચના… અવારનવાર સાંભળવું ગમે એવું સ્વરાંકન અને ગાયકી…

    આભાર!

  2. April 22nd, 2010 at 13:41 | #2

    એકદમ મસ્ત ગીત…. એકીસાથે ઓછામાં ઓછું બે-ત્રણ વાર તો સાંભળવું જ પડે…

  3. pratik shah
    June 3rd, 2010 at 14:17 | #3

    ખુબ જ સુંદર……………
    એક નવું ગીત સાંભળ્યું અને ખુબ જ ખુશી થઇ…
    આરતી જી નો અવ્વાજ બૌ જ સરસ છે…. ખરેખર અભિનંદન

  1. No trackbacks yet.