છોડીને આવ તું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: આનલ વસાવડા
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારા જ નામનું,
હું એજ ઘર છું એજ ભલેને આવ તું.
પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું,
મારો દરેક શબ્દ તું, મારું સ્વભાવ તું.
‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
No related posts.









સાવ સાચી વાત કરી છે. વસ્તુ પોતાની માલિકીની ના હોય પણ તેને છોડવી બધા માટે મુશ્કેલ જ છે. મોટાંમોટાં સાધુસંતો પણ ઘણી વાર નાની નાની વસ્તુનો પણ ત્યાગ નથી કરી શક્તાં.
સાવજ સાચીજ વાત છે .માનવી નું
મન એમજ મને છે
બધુજ મારું છે ભલે સાથે કંઇજ ના આવે
rupa
અદભુત ગઝલ… ગાયકી પણ સરસ છે પણ હજી વધુ સરસ થઈ શકી હોત…
ખુબ સરસ
મજા આવી ..
સુંદર રચના છે.