આપ અથવા આપની – શયદા
સ્વર: મનહર ઉધાસ, અનુરાધા પૌંડવાલ
આપ અથવા આપની જો યાદ તડપાવે નહીં,
તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.
મેં કહ્યું નરમાશથી મારું હૃદય લેશો ભલા,
ગર્વથી એણે કહ્યું ના કોઈપણ ભાવે નહીં.
કોઈનો દેખાવ સારો હોય પણ વિશ્વાસ શું?
માનવી તો વર્તને વર્તાય, દેખાવે નહીં.
આંખનાં એકજ ઇશારે આવી પડશે પગ ઉપર,
આપ કાં કો’છો કે હૈયું હાથમાં આવે નહીં.
પ્રેમભીની આંખડી પથરાઈ રહી છે માર્ગમાં,
એ ભલેને જીભથી ‘શયદા’ને બોલાવે નહીં.
Related posts:









nice gazal..
આપ અથવા આપની યાદ તડપાવે નહી તો..
બહુ જ સરસ ગઝલ માણવાની મળી..
composition પણ સરસ છે.
આપ અથવા આપની યાદ……..પ્રિય ની યાદ અપાવે…..
સરસ ખુબ સરસ……….
યાદ તો હવે તડપાવા ની….નહી રહેવાય
જબરજસ્ત …..
@Vipul
પ્રિત કરિ હોય તો યાદ આવે ને ભૈઇ
ગઝલ નો જવાબ નથી ………શું કહું મનહર ઉધાસ તમને તમારા અવાજ નો જવાબ નથી. એમ થાય છે કે સાંભળ્યાજ કરીએ.