આલ્બમ: સમન્વય ૨૦૦૯
સ્વરકાર: નયનેશ જાની
સ્વર: ધનાશ્રી પંડિત
કેવું કેવું ઝીલનારા થઈ ગયા,
જાતને ઘોળી પીનારા થઈ ગયા.
એમની સંગતનો જાદુ ઓસર્યો,
દોસ્ત પણ કેવાં બિચારા થઈ ગયા.
આપણે કેવું વહ્યાં કે શું કહું?
પાણીની વચ્ચે કિનારા થઈ ગયા.
તે સભાનો રંગ કંઈ જુદો હતો,
ચુપ હતાં તો પણ દુબારા થઈ ગયા.