હાજર હાથ વાળા..
સ્વર: નયન પંચોલી
હાજર હાથ વાળા,
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા,
કોઈના ભંડાર ભરેલા, કોઈના ઠામ ઠાલા.
તરણા ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વર્તાયો
ઠેર ઠેર વેરઝેર, થાતા કામ કાળાં.
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
સતની ચાલે ચાલે એને દુ:ખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે
સાંઈ તો ન પામે પાઈ, દંભી ને દુશાલા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પુજારી કોઈ લઈ લ્યો રે ભગવાન
નિર્ધન ને ધન દેજે ભગવન મુઠી પુંજીવાળા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
No related posts.









સુંદર ભાવભર્યુ ગીત.
શ્રી નયન પંચોલીની ગાયિકી કર્ણપ્રિય…પણ શ્રી રાસ બિહારી દેસાઈના કંઠમાં સંવેદનાનો અહેસાસ વધારે થાય છે.
આભાર.
આ ગીત ખુબ જ ધનુ સારું છે. આપનો આભાર.નમસ્કાર
આપનો ભજન સંગ્રહ પણ એટલોજ કર્ણપ્રિય છે. મુલ્યવાન આભુશાનોનું મૂલ્યાંકન ત્યારેજ આકી શકાય જયારે એને સ્ત્રી ધારણ કરે.ત્યારેજ એની કળા ને નિખાર મળે.એ રીતે આપણા લાડીલા કવિઓની સુંદર કુતીઓ (કાવ્યો,ગીતો, ગરબા-રાસ, ભજનો,ગઝલો)સુરીલા કંઠે ગવડાવી કવિઓએ એમની કૃતિઓને ચાર ચાંદ લાગાવ્ય છે.નીરજભાઈ તમારી મહેનત અને લગન તમારી માતૃભાષા પ્રત્યેની ભક્તિ દર્શાવે છે. પ્રશંસાના પુષ્પહાર સહ અમારા વાચક મિત્રોના ખુબ ખુબ અભિનંદન સ્વીકારશો એટલુંજ