Home > કમલેશ સોનાવાલા, ગીત, ધનાશ્રી પંડિત > કાળ જુઓને – કમલેશ સોનાવાલા

કાળ જુઓને – કમલેશ સોનાવાલા

September 1st, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન: ઉદય મઝુમદાર
સ્વર: ધનાશ્રી પંડિત

કાળ જુઓને અજગર જેવો ધીમે સરકતો જાય છે,
શ્વાસ બીજાં શ્વાસને ભૂતકાળ બનાવે જાય છે.

નાનું સરખું સુખ મળે તો પણ રાજી થાઉં હવે,
મોટા દુ:ખો મન આ મારૂં પળમાં વિસરી જાય છે.

સાગર, ધરતી, આભ રૂપાળી સૃષ્ટિ પરના આવરણ,
સઘળાં બંધન તોડી હૈયું અવકાશે ખેંચાય છે.

પંડિતોની ભાષા કહે કે ‘દેહ છૂટે તો દેવ મળે’,
કાયામાં છે ઈશ્વર તોયે પથ્થર પૂજે જાય છે.

Related posts:

  1. December 31st, 2010 at 05:23 | #1

    સુંદર રચના… માણવી ગમી…

  1. No trackbacks yet.