Home > ગીત, ભગવતીકુમાર શર્મા, સોલી કાપડિયા > હવે પહેલો વરસાદ – ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ – ભગવતીકુમાર શર્મા

January 31st, 2008 Leave a comment Go to comments

આલ્બમ: પ્રેમ એટલે કે
સ્વર: સોલી કાપડીઆ

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !

Related posts:

  1. February 9th, 2008 at 18:37 | #1

    સુંદર શબ્દો સુંદર સંગીત સુંદર સ્વર…..!!

    બસ હવે પહેલુ,બીજું,છેલ્લું ગીત એવું કાંઇ નહિં….. !!

  2. Shrenik Shah
    February 15th, 2008 at 05:58 | #2

    પહેલિ વાર આ ગિત સામ્ભર્યુ. ખુબ જ સુન્દર. ક્લાસિક. મારા જેવા ગુજરાતી ગીતો ના શોખીનો માતે આ સાઇત આશીર્વાદરૂપ ચ્હે.આભાર

  3. p u r n i m a
    July 24th, 2010 at 13:26 | #3

    ભગવતીકુમાર શર્મા નું આ વિરહ ગીત રડાવી જાય છે … સોલી કાપડિયા નો ખુબજ દર્દીલો સ્વર છે

  1. No trackbacks yet.