તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ
આલ્બમ: આંખે કંકુના સૂરજ આથમ્યા
તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દખ કેવાં સહ્યાં!
તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દખ કેવાં સહ્યાં?
તમે રે અખશર થઈને ઊકલ્યા!
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના;
તમારી મશે ના અમે સોહિયાં-
કહો ને કહો ને દખ કેવાં પડ્યાં?
Related posts:









તમે રે તીલક રાજા રામના…..
વાહ મજા પડી ગઈ હો નીરજભાઈ
KHUB MAJA AAVI NIRAJ BHAI
વાહ ખુબજ મઝા આવી ગઈ. બચપણ માં સાંભળેલા ગીતો ભજનો આપના પુરુષાર્ થકી સાંભળવાની ખુબજ આનંદ આવે છે.
આભાર