Home > ગીત, રમેશ પારેખ, શંકર મહાદેવન > એક છોકરીના હાથથી – રમેશ પારેખ

એક છોકરીના હાથથી – રમેશ પારેખ

January 29th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: હસ્તાક્ષર
સ્વર: શંકર મહાદેવન

એક છોકરીના હાથથી રૂમાલ પડે
તે લેવા આખુંયે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે; બુઢ્ઢાઓ આંખ મીંચે

‘નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે’
તે બાબત પર ઠેર ઠેર ગરમી
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઈ ગયા ધરમી

કારણકે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને
તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે
‘જરા મોઢાંઓ માંજો ને શોભો !’

કારણકે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે.

Related posts:

  1. January 30th, 2008 at 21:24 | #1

    મારું ગમતું ગીત …

  2. January 31st, 2008 at 06:45 | #2

    શંકર મહાદેવનું આ ગીત સાંભળવા માટે વારંવાર રણકાર કરવો પડે છે

  3. January 31st, 2008 at 06:48 | #3

    ટાઈપપેડના કોડમાં સુધારો થઈ ગયો લાગે છે… સરસ કામ કર્યુ

  4. February 8th, 2008 at 17:15 | #4

    તે કેટલી છોકરીઓ ના રૂમાલ ભેગા કર્યા છે?????
    હા હા હા…..

  5. ksh
    September 21st, 2008 at 02:10 | #5

    કમાલ કરી શંકરભાઈ તમે. રમેશભાઈની કવિતા સરસ ગાઈ છે. ધન્યવાદ!

  6. Gandhi M.D.
    September 2nd, 2009 at 17:04 | #6

    મસ્ત ગીત છે.

  1. No trackbacks yet.