એવો કોઈ દિલદાર – મરીઝ
આલ્બમ: આભુષણ
સ્વર: અનુરાધા પૌંડવાલ
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
Related posts:









Niraj bhai – thanks for such a nice posting – Gazals by Mariz are heart touching but your efforts to bring them all the way to our desktop are equally great.
I should once again say that tamaru abhiyan so salam ne layak che.
Cheers
kirit
અનુરાધ પૌંડવાલનો અવાજ વધારે મધુરતા લાવે છે,
મને યાદ છે કે આ પહેલા પણ કોઈએ સ્વર આપેલો, પણ અહિંયા જે મધુરતા છે તે પહેલા જોવા ન મળી હતી, કદાચ મધુર સંગીત પણ મહ્ત્વનો ભાગ ભજવતુ હશે.
Dear Nirajbhai,
First of all thank you very much for this activity, it would be our proude to be Gujarati & about our mother toung like Gujarati. Keep it Up……it is right time to publish ‘Gujarati’ language.