આલ્બમ: સંગીત સુધા
સ્વર: આનંદકુમાર સી.
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો , સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
એક અગોચર ઇજન દિઠું નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો , સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
નીલ વર્ણનું અંબર એમાં સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને અતંર વિજળી ઝબકી;
નૈન ઉપર બે હોઠ આંકતા અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો , સરિતાએ તોડ્યાં તટનાં બધંન.