આલ્બમ: નિરુદ્દેશે
સ્વરકાર: અજિત શેઠ
સ્વર: અજિત શેઠ, નિરુપમા શેઠ
સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિં,
નેણ તો રહે લાજી.
લેવાને જાય, ત્યાં જીવન
આખુંયે તે ઠલવાય !
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય !
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી ?
વીતેલી વેળાની કોઈ
આવતી ઘેરી યાદ,
ભવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી !