Home > અમિત ઠક્કર, ઉમાશંકર જોશી, ગીત, ભૂમિક શાહ > ગુજરાતી – ઉમાશંકર જોશી

ગુજરાતી – ઉમાશંકર જોશી

February 21st, 2013 Leave a comment Go to comments
સ્વરકાર:અમિત ઠક્કર
સ્વર:ભૂમિક શાહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી;

કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીરા;

પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનાલાલે કલ્પના ભવ્ય તેજે;

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

Please follow and like us:
Pin Share
  1. surekha
    February 21st, 2013 at 13:24 | #1

    વેરય lovely

  2. Maheshchandra Naik
    February 21st, 2013 at 23:59 | #2

    ગુજરાતી ભાષાનું મહાત્મ્ય ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે ……………….

  3. vinod jansari
    February 25th, 2013 at 18:17 | #3

    હેલ્લો ભાઈ,

    ઉમાંસંકેર નું ગીત ઘણું સારું લાગ્યું , મારા તરફ થી આભાર .

  4. Prashant
    April 14th, 2013 at 15:12 | #4

    અમિતભાઈ ની બાંધની ઘણી સુન્દેર છે … અને ભુમિકભાઈ નો કંઠ ઉમાશંકરના ગીત ને બરાબર ન્યાય આપ્યો છે. Excellent.

  5. vrajlal
    May 6th, 2013 at 05:32 | #5

    બહુજ સરસ ગીત છે

  6. Bhavesh Bhatt
    June 17th, 2013 at 14:19 | #6

    મને ગુજરાતી હોવાનું ગરવા છે.

  7. kaushik
    August 15th, 2013 at 09:24 | #7

    ખુબ
    સુન્દેર
    ગીત
    દરેક ગુજરાતીને
    ગૌરવ
    આપે તેવું છે

  8. jAYANT SHAH
    December 20th, 2013 at 16:50 | #8

    માંરી માતૃ ભા શા ગમેં છે ,
    માંરી માં ગુ જ રાતી છે .
    આ વિવે કની પંકતી છે . ગુજરાતી હર ઘર માં બોલવું જરૂરી છે .આ ભારત બહાર રહેતા ગુજરાતી ધ્યાન રાખવું જોઈ એ .
    જય માતૃભાષા !!!!

  9. yogesh chauhan
    July 2nd, 2018 at 17:22 | #9

    Jya jya vase ek gujrati tya tya sadakal gujray

  1. No trackbacks yet.