જે ગમે જગત ગુરુ – નરસિંહ મહેતા
સ્વર: આશિત – હેમા દેસાઇ
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.
જે ગમે જગત..
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે.
જે ગમે જગત..
નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે.
જે ગમે જગત..
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે.
જે ગમે જગત..
ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે.
જે ગમે જગત..
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું.
જે ગમે જગત..
Related posts:









ખુબ સરસ ભજન છે..!
નાનપણથી આપણા કુટુંૂબમાં અવાર નવાર ગવાતું આ ભજન
હેમા-આશિતના સ્વરમાં માણવાની મઝા આવી…શાંતી લાગી
આજે બા ની યાદ આવિ ગઈ જ્યારે હુ ગામડે જતો ત્યારે
રાતે બા આ ભજન ગનિ વાર ગાતિ આજે આ ગીત સાભળિ
એ દિવસો યાદ આવિ ગયા.
I ENJOYED THIS SONG WITH MY DAUGHTER AND SHE IS ALSO HAPPY LISTENING OUR BHAJAN.
This leads to the real knowledge that what we think we are doing is as if a screw driver is telling I am the one who tighten the screw. What I mean is this Bhajan leads to
INSTRUMENTAL DEVOTION.
ધન્ય છે આદીકવી નરસૈયા ને, જેમની રચનાઓ હિરા સમી સમયના ઘડામણે ઝળકી છે.
અને સાથે અશીત – હેમા નો અગરબત્તી જેવો સ્વર ..
બહુ મજા આવે છે ભજનો સાંભળવાની. આ બધા ભજનો ની સીડી ક્યાં મળશે? નરસિંહ મેહતા ના ભજનો ખુબ ગમે છે તો જરૂર થી જણાવશો. અને હાં ફરી ફરી ખુબ ધન્યવાદ.