Home > ગઝલ, પાર્થિવ ગોહિલ, હર્ષ બ્રહ્મભટ્ટ > સંબંધોની આડે – હર્ષ બ્રહ્મભટ્ટ

સંબંધોની આડે – હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વરાંકન: નયનેશ જાની
સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંબંધોની આડે અનોખી દીવાર,
તમે સમજો કિલ્લો ને હું આરપાર.

તમારી ઈબાદત, તમારી જ રઢ,
મને ક્યાં ખબર છે દુવાના પ્રકાર ?

પ્રતીક્ષાના ગુલમ્હોર આંખે ઊગ્યા,
જગત સમજે એને નશાનો ખુમાર.

હકીકતનું મૃગજળ પીવાડી દો એને,
શમણાંનું હરણું શ્વસે છેલ્લી વાર.

Please follow and like us:
Pin Share
  1. April 2nd, 2008 at 10:22 | #1

    તમે સમજો કિલ્લો અને હું આરપાર,

    વાહ નિરજ ક્યાંથી શોધી લાવો છો આટલી સરસ રચનાઓ અને સંગીત

    Superb gazal.

  2. સુરેશ જાની
    April 2nd, 2008 at 13:30 | #2

    સરસ રચના અને સરસ ગાયકી.

  3. pragnaju
    April 2nd, 2008 at 14:45 | #3

    સરસ ગઝલ
    અને
    પાર્થિવ ગોહીલ જેવાએ મધુર સ્વરે ગાઈ

  4. April 2nd, 2008 at 16:40 | #4

    mindblowing…superb gazal…

    સબંધોમાં ભલે બંધાય ક્યારેક કિલ્લા કે કોઈ દીવાર,
    હું એક તડ તો શોધી જ કાઢીશ કે થોડુંક રહે આરપાર.

  5. April 2nd, 2008 at 16:55 | #5

    વાહ્… નીરજભાઇ
    હર્ષભાઇના અવાજમાં સાંભળેલી
    એટલી જ મજા આવી….

    ગઝલ પણ ખૂબ જ સરસ…. !!
    અને થોડો પક્ષપાત પણ ખરો ને
    પીન્કી બ્રહ્મભટ્ટને ….. !!

  6. April 2nd, 2008 at 22:38 | #6

    તમારી જ ઇબાદત .. મને ક્યા છે ખબર દુવાના પ્રકાર ..!!… વા…હ્…!!! ખૂબ સરસ ..!

  7. anil patel
    October 1st, 2008 at 22:31 | #7

    હૈયે ભીનાશ વ્યાપી ગઈ.એક શબ્દ મા કેતલાયે શબ્દો સમાવ્યા …વાહ્.

  8. ujjaval nanavati
    April 18th, 2010 at 09:38 | #8

    ખુબ સરસ , શબ્દો ને સુંદરતા થી સજાવ્યા છે.

  1. No trackbacks yet.