આલ્બમ: મિજાજ

સ્વર: નિશા ઉપાધ્યાય, સોલી કાપડિયા



ચલો ઘર ઘર રમીએ, ચલો ઘર ઘર રમીએ,
એકબીજાથી થઈ અજાણ્યા, એક-મેકને ગમીએ,
હો ચલો ઘર ઘર રમીએ..

હું લાવીશ ચોખાનો દાણો, તું દાળનો દાણો,
સોનલવરણી રેતી ઉપર સરતાં રહેશે વ્હાણો,
અહીંયા આપણે રહીએ તોયે, જગ આખામાં ભમીએ,
હો ચલો ઘર ઘર રમીએ..

વયનાં વસ્ત્રો સરી પડશે ને થઈશું નાના અમથાં,
આપણને ના ખબર પડે કે એક-મેકને ગમતાં,
રમતાં રમતાં એક-મેકમાં એવાં તો વિરમીએ,
હો ચલો ઘર ઘર રમીએ..

ખુદનાં ઘરની આસપાસ એક સાવ નિરાળો બાગ,
એમાં એક જ મોસમ કેવળ ફાગ ફાગ ને ફાગ,
વારેવારે વર-વહુ થઈને પળ પળ અહો પરણીયે,
હો ચલો ઘર ઘર રમીએ..