Home > ગીત, નિશા ઉપાધ્યાય, નીલેશ રાણા, સોલી કાપડિયા > ચલો ઘર ઘર રમીએ – નીલેશ રાણા

ચલો ઘર ઘર રમીએ – નીલેશ રાણા

સ્વર: સોલી – નિશા કાપડીયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચલો ઘર ઘર રમીએ, ચલો ઘર ઘર રમીએ,
એકબીજાથી થઈ અજાણ્યા, એક-મેકને ગમીએ,
હો ચલો ઘર ઘર રમીએ..

હું લાવીશ ચોખાનો દાણો, તું દાળનો દાણો,
સોનલવરણી રેતી ઉપર સરતાં રહેશે વ્હાણો,
અહીંયા આપણે રહીએ તોયે, જગ આખામાં ભમીએ,
હો ચલો ઘર ઘર રમીએ..

વયનાં વસ્ત્રો સરી પડશે ને થઈશું નાના અમથાં,
આપણને ના ખબર પડે કે એક-મેકને ગમતાં,
રમતાં રમતાં એક-મેકમાં એવાં તો વિરમીએ,
હો ચલો ઘર ઘર રમીએ..

ખુદનાં ઘરની આસપાસ એક સાવ નિરાળો બાગ,
એમાં એક જ મોસમ કેવળ ફાગ ફાગ ને ફાગ,
વારેવારે વર-વહુ થઈને પળ પળ અહો પરણીયે,
હો ચલો ઘર ઘર રમીએ..

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    April 4th, 2008 at 14:42 | #1

    બહુ જ મજા આવી ગઈ. ઘણા વખતે સોલી- નીશા ને સાંભળ્યાં.વાંસળીનો સુર બહુ જ ગમ્યો.
    હવે આઈપોડમાં સંઘરીને સાચવેલાં તેમનાં ગીતો સાંભળવાનો રીયાઝ ફરીથી કરવો પડશે !!
    ખાસ કરીને ભાગ્યેશ જહાની રચનાઓ – મારી ખાસ પસંદ – ‘ ઉંચકી સુગંધ એક ઉભું ગુલાબ……’

  2. pragnaju
    April 4th, 2008 at 15:06 | #2

    આંખ બંધ કરી માણવાની મઝા આવી

  3. April 4th, 2008 at 20:02 | #3

    વાહ.. મજા આવી ગઇ..પહેલી જ વાર જાણેલી અને માણેલી રચના એ દિલ માં ઘર બનાવી લીધું..!! ખુબ જ સરસ.. આભાર નીરજભાઇ..

  4. April 4th, 2008 at 20:31 | #4

    ખુબજ સરસ આ ગીત છે,મને ખુબજ ગમ્યુ, ની .

  5. April 8th, 2008 at 08:07 | #5

    વાહ ખુબ મજાનુ ગીત

  1. May 3rd, 2010 at 01:53 | #1
  2. February 4th, 2018 at 19:29 | #2