સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ
એકમાં આયખું ઓગાળવાનો અવસર તો પ્રેમીઓજ જાણે છે. બન્ને એકબીજાને સમજીને ચાહે અને ખીલતા રહે તો આનંદના આકાશમાં એમનો વિહાર અને ઉડ્ડયન હમેંશા રહ્યા કરે છે. ૧૯૩૬માં રજૂ થયેલા નાટક ‘હંસાકુમારી’માં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું આ ગીત ગુલાબની માફક મહેકતું રહ્યું છે.
સ્વર: નિસર્ગ ત્રિવેદી, દીપ્તિ દેસાઈ
“મુંબઈમાં સામાં મળ્યાંને સુરત જામ્યો પ્રેમ,
આવ્યા અમદાવાદમાં ને ફળી અમારી નેમ.”
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.
રંગમાં ભીંજી ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.
Related posts:









This in an excelent song by Raskavi Raghunath Brhmabhatt. I as fortunate to hear this song live when few years back Malatiben Zaveri had arranged a live programe on the songs of Desi Natak Samaj in memory of Damubhai ( The founders of INT). It was sung by Aparaben Mehta. She had also sung another song ” Bhari beda ne hun to najukadi nar.kem re panida javay re bhammaria kuvane kanthade” and on both these songs she received a once more from the appreciative crowd.
પ્રસ્તાવના બહુ જ સરસ લખેલ છે.
રઘુનાથ બ્રહ્મભટ્ટના શબ્દો- સાહ્યબો મારો ગુલાબનો છોડ =
ત્રિવેદી અને દીપ્તિ દેસાઈનો-સ્વરમાં
મધુરુ મધુરુ લાગે છે!
ઘણું જુનું નાટ્ય સંગીત બદલ ધન્યવાદ્
રસકવિ રઘુનાથજી નાં આવા અણમોલ ગીતો થી પરીચય કરાવવા બદલ આભાર એમની એક મશહુર રચના મોહે પનઘટ પે નન્દલાલ છેડ ગયો રે ફિલ્મ મુગલે આઝમ માં શકીલ બદાયુની નામે ચઢી છે
નીરજભાઇ,
સાહ્યબો મારો ગુલાબનો છોડ એ કૈલાસ પઁડિત નુ લખેલુ ગીત જો આપ લાવી શકો તો આપ નો ખુબ ખુબ આભાર્.
ખુબ આનઁદ થયો.
ભુપેશ
ખુબ ખુબ આભાર્….જુના ગાયનો મ્ઝા આવે ચ્હે……આભાર્….@Bhupesh Patani
GEETO.. NATAKNA SAABHLI KHUSHI UPAJI.
GHANO AABHAAR !
mare dula bhaya kag nu bhajan joeye 6e .
‘ mati kero pindo banavyo , sagar jevdo kyaro ‘
pls help me .