દરિયા સાથે દોસ્તી – સુરેશ દલાલ
સ્વર: નયનેશ જાની
દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો,
છલાંગ મારતા ઝરણા સાથે, હું તો ગીતો ગાતો..
હું તો ગીતો ગાતો.. દરિયા સાથે..
લીલાંછમ વૃક્ષો વ્હાલા, પહાડો મારા ભેરુ,
વ્હાલું મને લાગે કેવું નાનું અમથું દેરું,
આસુંઓની પાછળ જઈને ક્યારેક હું છુપાતો..
હું તો ગીતો ગાતો.. દરિયા સાથે..
ફૂલ ને ઝાકળ, દળ-વાદળ ને હર્યુંભર્યું આ ઘાસ,
મારો સૌની સાથે કેવો સહજ મળે છે પ્રાસ,
સરોવરનાં આ હંસકમળની સાથે કરતો વાતો..
હું તો ગીતો ગાતો.. દરિયા સાથે..
Related posts:









વાહ, પ્રાકૃતિક સોંદર્ય થી ભરેલી કેટલી સરસ જીંદગી.!!!!
પુરબહાર ખીલેલી કુદરતે છૂટે હાથે વેરેલા એ પ્રાક્રુતિક સૌંદર્યના ઘૂંટડા કવિ ખોબલે ખોબલે અંજલિઓ ભરીને પીએ છે અને અંતરે ઊભરાતાં કિંગલાણને મુક્તમને ઊછાળે છે.
very nice words…
સુરેશ દલાલના શબ્દો-
નયનેશે મધુરુ ગાયું
દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો,
છલાંગ મારતા ઝરણા સાથે, હું તો ગીતો ગાતો..
હું તો ગીતો ગાતો.. દરિયા સાથે..
લીલાંછમ વૃક્ષો વ્હાલા, પહાડો મારા ભેરુ,
વાહ્
What a delightful composition these lyrics and melodies. Congratulations to all responsible for this wonderful song.
ખુબ જ ગમ્યું
ન ય ને શ ભા ઈ
પીનાકીન રમણલાલ નટવરલાલ મહારાજા
વિસનગર