Home > ગીત, તુષાર શુક્લ, દીપ્તિ દેસાઈ > એમ કાગડાનું કીધું મનાય નહીં – તુષાર શુક્લ

એમ કાગડાનું કીધું મનાય નહીં – તુષાર શુક્લ

April 30th, 2008 Leave a comment Go to comments

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એમ કાગડાનું કીધું મનાય નહીં,
હવે સખી, અટકળની આંખે જીવાય નહીં.

કાગડો તો પોતાની મરજીનો માલિક
તે થાય એને એવું કે બોલીએ,
એનાં બોલેથી સખી, આશા બંધાય
અને થાય એને મોતીડે તોલીએ.

કાગડાના બેસવાને ડાળ તણા પડવાની
ઘટનાને જોડી દેવાય નહીં,
શુકન અપશુકન તો વાર્તામાં હોય
એવી વાતો કંઈ માની લેવાય નહીં.

કાગડાનાં બોલ અને પ્રીતમનાં કૉલ
એનાં ઠાલા ભરોસા શું રાખવા?
જાણતલ જોશીડો એમ કરી કરી બોલ્યો કે
ખોટા રે જોશ શાને ભાખવા?

દંતકથા જેવા કોઈ મનગમતાં અંત તણે
આધારે જીવતર આ જાય નહીં,
બે ત્રણ કે ચાર વાતો મળતી આવે છે
એમાં મનને સમજાવો વહેમાય નહીં.

Please follow and like us:
Pin Share
  1. ચાંદસૂરજ
    April 30th, 2008 at 10:30 | #1

    ઘેલા મનમાં ઊઠતી અને ગમતી એ ઘેલછાના તરંગોને બુધ્ધિત્રાજવે તોળી અપનાવી લેવાય નહિ. ધારણાના મહેલમાં ભલા જેમ કંઈ રહેવાય નહિ તેમ કલ્પનાની પાંખે પણ કંઈ ઊડાય નહિ.અનુમાનની આંકણી પર કંઈ તૈલકૂવા ખોદાય નહિ.

  2. pragnaju
    April 30th, 2008 at 20:22 | #2

    તુષારના કેવા સરસ શબ્દો…
    કાગડો તો પોતાની મરજીનો માલિક
    તે થાય એને અવું કે બોલીએ,
    એનાં બોલેથી સખી, આશા બંધાય
    અને થાય એને મોતીડે તોલીએ.
    કાગડાના બેસવાને ડાળ તણા પડવાની
    ઘટનાને જોડી દેવાય નહીં,
    શુકન અપશુકન તો વાર્તામાં હોય
    એવી વાતો કંઈ માની લેવાય નહીં.
    કાગડાનાં બોલ અને પ્રીતમનાં કૉલ
    એનાં ઠાલા ભરોસા શું રાખવા?
    અને સ્વર-દીપ્તિ દેસાઈ
    સુંદર ગીત

  3. virendra
    July 26th, 2008 at 19:37 | #3

    i am amased. Some one has taken initiative to compile good gujarati git. Can I downloadI If yes can you show me the steps?

  1. No trackbacks yet.