Home > ગીત, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા > ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ ઝા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ ઝા

સ્વર: સોલી કાપડીયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરામાં કોની છે નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ-તેમ
વાયરાનું ઠેકાણું શું?

ધારોકે ફૂલ કો’ક ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દિની જિંદગીમાં મળવાનું,
થોડું લખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મરવાના ખ્વાબોનું શું ?

  1. સુરેશ જાની
    June 4th, 2008 at 15:20 | #1

    મને બહુ જ ગમતું ગીત. એનો ઉલ્લેખ અહીં વાંચશો?
    http://gadyasoor.wordpress.com/2008/06/02/plastic_bag/

  2. sujata
    June 4th, 2008 at 15:27 | #2

    વાહ્…….!

  3. સુરેશ જાની
    June 4th, 2008 at 15:33 | #3

    વાચકોને વીનંતી –
    મારે ભાગ્યેશભાઈનો પરીચય મારા બ્લોગ પર આપવો છે. કોઈ તેમના જીવન અંગેની માહીતી આપી શકે તો આભારી થઈશ.

  4. June 5th, 2008 at 08:47 | #4

    ભગ્યેશજી મારા પ્રિય કવિ છે.

    તેમના વિશે ની માહિતી તમને મારી ફેવરીટ બુક ‘Thanks U Papa’ મા થી મળી શકશે

    અથવા નીચે ની લીઁક પર ક્લીક કરો.

    http://rdgujarati.wordpress.com/2006/11/21/thankyou-papa/

  5. pragnaju
    June 5th, 2008 at 21:40 | #5

    સુવાસે પડઘાતું આખું આકાશ
    છતાં ખાલીપો ખખડે ચોપાસ.
    ઉપવનના વાયરામાં કોની છે નોંધ?
    કોણ વિણે છે એકલી સુવાસ?
    વાયરો કહે તેમ ઉડવાનું આમ-તેમ
    વાયરાનું ઠેકાણું શું? ભગ્યેશ ઝાનાં સુંદર શબ્દો અને સોલીનો સ્વર
    મધુરું મધુરું..

  6. shraadha
    December 22nd, 2009 at 07:00 | #6

    શબ્દો જ નથિ વેરિ વેરિ ફાઈન્ બો જ મસ્ત ન મિથુ મિથુ સોન્ગ ચ્હે..
    i proud

  1. No trackbacks yet.