Home > ગીત, ભાસ્કર વોરા > પિયુ મારો લીલો લજામણીનો છોડ – ભાસ્કર વોરા

પિયુ મારો લીલો લજામણીનો છોડ – ભાસ્કર વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં રે
શરમું ના ફુટે પરોઢ..

વ્હાલપના વેણ બે બોલું બોલું ત્યાં તો
અવળું એ મુખ કરી લેતો,
ઘેનના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો
ના રે કહેવાનું કહી દેતો,
એને જોઈ જોઈ કુણા આ કાળજડામાં
જાગે કેસરિયા કોડ..

લીલીછમ લાગણીની વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફૂલ જેવું
ફૂલ હજી ક્યાંય ના દીઠું,
એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં
મનના મિલનનો મોડ..

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    June 5th, 2008 at 15:51 | #1

    ભાસ્કર વોરાની પરાણે વ્હાલીલાગે તેવી રચના
    પિયુ મારો લીલો લજામણીનો છોડ,
    અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં રે
    શરમું ના ફુટે પરોઢ..
    વ્હાલપના વેણ બે બોલું બોલું ત્યાં તો
    સુંદર ગાયકી

  2. Darshna
    February 7th, 2009 at 10:43 | #2

    ભાસકર વોરા ની ખુબજ સુંદર રચના છે. મન ને આનંદ થી ભરી દે છે.

  3. March 1st, 2011 at 02:00 | #3

    બહુ સરસ ગીત મજા આવી ગઈ

  1. No trackbacks yet.