Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ > સહુને ગમી ગઈ – અમૃત ‘ઘાયલ’

સહુને ગમી ગઈ – અમૃત ‘ઘાયલ’

સ્વર: મનહર ઉધાસ

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.

Related posts:

  1. June 6th, 2008 at 09:01 | #1

    વાહ્…..
    ઘાયલને સાઁભળ્યા પછી લાગ્યુઁ કે
    આ જ અસલ ગજબ ગઝલ હતી !!

  2. mukesh thakkar
    June 6th, 2008 at 09:36 | #2

    વાહ્…………………………..

  3. June 6th, 2008 at 10:01 | #3

    સરસ ગઝલ ઘાયલ સાહેબ નું નામ અમસ્તુજ અમૃત નથી

  4. June 6th, 2008 at 16:21 | #4

    Thank you for such a thought provoking delicate Gazal, Najuk and still gazab……

  5. pragnaju
    June 8th, 2008 at 05:14 | #5

    ખરે જ સૌને ગમે તેવી ગઝલ અને ગાયકી
    છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
    જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

    બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
    જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.
    આ શેરો ખૂબ ગમ્યા

  6. RAJENDRA SWAMINARAYAN
    July 22nd, 2008 at 15:01 | #6

    ખરેખર ઘનિ સુન્દેર ગજલ હતિ

  7. January 9th, 2009 at 05:32 | #7

    આ શેરો ખૂબ ગમ્યા.

  8. April 1st, 2010 at 10:52 | #8

    સ્વર્ગસ્થ ઘાયલ સાહેબ ની યાદી તાજી કરાવી દીધી

  9. April 7th, 2011 at 02:19 | #9

    Majaani gazal ! Manharbhai !
    Tamaro khoob khoob aabhaar !

  1. No trackbacks yet.