Home > આલાપ દેસાઈ, કૃષ્ણ દવે, કૃષ્ણગીત, હેમા દેસાઈ > વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

આજે સાંભળીએ આજનાં જમાનાનું ગીત.. ગઈ કાલનું જીવન એ આજનું જીવન નથી તો આજનાં જીવનનાં સંદર્ભમાં આ ગીતમાં આધુનિકતાનો આનંદ પણ છે, ઉલ્લાસ પણ છે અને ક્યાંક ક્યાંક કટાક્ષ પણ છે. અહીં રાધા છે,પણ પરંપરાની રાધા નથી. ગીતનું શીર્ષક જ સૂચક છે. અહીં મોબાઈલ અને ઈન્ટરનેટની પરિભાષામાં લાગણીની લીલા સહજ અને સ્વાભાવિક રીતે સરળતાથી પ્રગટ થાય છે. માણીએ આ ગીત બે અલગ અલગ સ્વર અને સ્વરાંકનોમાં…

સ્વરાંકન: ચન્દુ મટ્ટાણી
પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
સ્વર: આલાપ – હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઇટ..

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઇટ..

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઇટ..
—————————————————
આભાર: લયસ્તરો

Please follow and like us:
Pin Share
  1. June 9th, 2008 at 10:56 | #1

    કૃષ્ણ દવે હરહંમેશ કંઇક નવુંજ લાવતા કવી
    ઇંટરનેટ ઉપર એ ય્હનગનતો આવે હું કોઇ દીવસ વીંડો ના વાખું
    મજા આવી

  2. pragnaju
    June 9th, 2008 at 14:56 | #2

    કૃષ્ણ દવેની ખૂબ પ્રસિધ્ધ રચના-
    તુષારની, તેમના જ અવાજમા, ખૂબ મઝાની પ્રસ્તાવના અને
    શ્યામલ -સૌમિલ મુન્શી, ચન્દુ મટ્ટાણી,અંકિત ત્રિવેદી
    આલાપ – હેમા દેસાઈ આખી જ કાબેલ ટીમ.ગાયકી પર
    આ ફ રી ન

    અમારી ૫૦મી વેડીંગ એનીવર્સરીમા અમે આ ગીત ગાયું હતું!. ..

  3. kirit shah
    June 9th, 2008 at 18:25 | #3

    nirajbhai – aaje to kamal kari – nava jamananu geet lavya.
    bahuj saras kalpana che.

    kirit

  4. June 13th, 2008 at 07:16 | #4

    વાહ્……….
    મજા આવી ગઇ !!

    કૃષ્ણ દવેએ મહાભારતની માથાકૂટ પર પણ સરસ લખ્યું છે.

  5. Gati
    July 3rd, 2008 at 17:20 | #5

    ખુબ મજા નુ ગીત ..

  6. Dharmesh
    July 25th, 2008 at 17:52 | #6

    krishna geet is always for krishna bhagti and ras leela

    sorry na mazaa aavi

  7. Dharmesh
    July 25th, 2008 at 17:57 | #7

    please listen “lav hatheli shyam lakhi dau”

    and compair with this dot.com

  8. Dipen
    July 30th, 2008 at 09:19 | #8

    રુદિ ને રન્ગિલિ રે વાલા તારિ વાસલદી – આ ગીત મુકશો ?

  9. Parimal
    July 30th, 2008 at 11:01 | #9

    Khub saras rachana che. atyar sudhi emaj sambhali hati. aaje with music compose kareli rachana sambhali. niraj bhai aa badha geet ane kavita site par thi to download nathi kari sakata. pan je rachana khub gami jay ane e joy ti hoi to eni cd kyathi ane kai jagyaethi mali jay eni mahiti jo mali sakati hoi to hu aapano khub aabhari thais. hu ek sanstha sathe jodayelo chu ane may mahina ma ame amara bardoli gam ma non-filmi gujarati geet gazal no karyakram rakhyo hato ane tyarthi mane juda juda lekhakoni gujarati kavita ane gazal sambhalavi bahu game che. Khub j sunder prayas che aapano gujarati lokgeet ane sangeet no varso jalavi rakhava mateno.

  10. Dr.ArunParikh
    August 11th, 2008 at 14:55 | #10

    મજા આવી આનદ થયો.

  11. sunny
    August 23rd, 2008 at 21:31 | #11

    HOW TO LISTEN? PLEASE TELL ME.

  12. October 3rd, 2008 at 23:17 | #12

    ઘનૂજ સુન્દર અદ્ભ્ભુ ઘહન વિચાર્શિલ્

  13. dipti
    December 2nd, 2008 at 07:21 | #13

    કખુબ સરસ really enjoyed. sorry it was difficult to type in gujarati. i m at usa & here to hear such sweet song is nice.

  14. butabhai g patel
    December 8th, 2008 at 13:31 | #14

    સરસ

  15. pritesh
    April 28th, 2009 at 16:36 | #15

    mara mitra Krushna Dave ni rachana ane shyamal-saumil no sath,maza aavi gai.

  16. jatin shah
    June 3rd, 2009 at 12:21 | #16

    wonderful its really its for new generation.

  17. radha joisher
    July 13th, 2009 at 13:40 | #17

    જલ્સો થઇ ગયો ખુબ જ સરસ ગિત ને આલાપ નો સુન્દર સ્વર

  18. chandresh thakker
    October 9th, 2009 at 11:08 | #18

    અતિશય સુન્દર રચના. દિવસમા દસ વખત સામ્ભળવુ ગમે એવુ. શ્યામલભાઈ અને સૌમિલભાઈ ના સ્વર તો અતિ અદભુત !

  19. Rasik Thanki
    July 23rd, 2010 at 05:19 | #19

    ગીત ખુબજ સરસ પરંતુ ગીતામાં એક અંતરો ખુટેછે

  20. Mukesh H Nagar
    September 7th, 2011 at 17:24 | #20

    મઝા આવી ગઈ………
    સરસ…સરસ.. ખુબજ સરસ

  21. Ashvin Mody
    September 30th, 2011 at 12:05 | #21

    એક ઘણો સારો અનુભવ થયો
    તમારી પાસે ગુજરાતી ખંડકાવ્યો સંભાળવા મળે આવી માહિતી હોય અને આપી શકતા હો તો ખુબ ખુબ abhar

  22. bharat b.rathod
    July 14th, 2013 at 08:16 | #22

    આઘુનિક ગુજરાતી સાહિત્યમાં કૃષણ આવા જ હોય ….હવે વાંસળી સુર નહી મોબાઈલની રીંગ વાગેને ગોપીઓ નાચે છે ..બરાબરને કૃષ્ણભાઈ ……

  1. No trackbacks yet.