Archive

Click play to listen all songs in ‘કૃષ્ણ દવે’ Category
This text will be replaced by the flash music player.

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

June 9th, 2008 22 comments

આજે સાંભળીએ આજનાં જમાનાનું ગીત.. ગઈ કાલનું જીવન એ આજનું જીવન નથી તો આજનાં જીવનનાં સંદર્ભમાં આ ગીતમાં આધુનિકતાનો આનંદ પણ છે, ઉલ્લાસ પણ છે અને ક્યાંક ક્યાંક કટાક્ષ પણ છે. અહીં રાધા છે,પણ પરંપરાની રાધા નથી. ગીતનું શીર્ષક જ સૂચક છે. અહીં મોબાઈલ અને ઈન્ટરનેટની પરિભાષામાં લાગણીની લીલા સહજ અને સ્વાભાવિક રીતે સરળતાથી પ્રગટ થાય છે. માણીએ આ ગીત બે અલગ અલગ સ્વર અને સ્વરાંકનોમાં…

સ્વરાંકન: ચન્દુ મટ્ટાણી
પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
સ્વર: આલાપ – હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઇટ..

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઇટ..

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઇટ..
—————————————————
આભાર: લયસ્તરો

taintedsong.com taintedsong.com taintedsong.com