Home > ગીત, નિશા ઉપાધ્યાય, નીલેશ રાણા > વર્ષાએ કરી કમાલ – નીલેશ રાણા

વર્ષાએ કરી કમાલ – નીલેશ રાણા

સ્વર: નિશા કાપડીયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજ ભીંજાવું શું છે જાણ્યું, વર્ષાએ કરી કમાલ,
મારે આંગણ સાગર વરસે લઈને નદીઓનું વ્હાલ.

સોળ વરસની વર્ષા નાચે બાધી મસ્ત પવનનાં ઝાંઝર,
ઉમંગોની લચકાતી કમર પર પીડાની છલકે છે ગાગર,
વાત ચડી વંટોળે હું થઈ ગઈ માલામાલ,
ચડ્યું અચાનક ગોપિત ઝરણું.. વર્ષાએ કરી કમાલ..

આભ અરીસે મીટ જો માંડી કાયા થઈ ગઈ કંકુવરણી,
ફોરાં અડી મહેકે સંદેશા ગોકુળ બનતી મનની ધરણી,
ભીતર તનડે ભીનાં રાગો સાતે સૂરો કરે ધમાલ,
ગમ્યું અચાનક ખુદને મળવું.. વર્ષાએ કરી કમાલ..

Please follow and like us:
Pin Share
  1. June 11th, 2008 at 12:31 | #1

    આભાર નીરજ.

    નીશાના સ્વર મા આ ગીત માણવાની મજા આવી ગઇ. એક્દમ Fresh Voice.

  2. ચાંદસૂરજ
    June 11th, 2008 at 13:10 | #2

    બેનશ્રી નીશાબેનનૉ સ્વર ઊપાડી ગુંજતું આ ગીત ખૂબ મધુરું લાગે છે.આભાર.

  3. June 11th, 2008 at 15:20 | #3

    અતિ સુંદર … !!

  4. pragnaju
    June 12th, 2008 at 23:41 | #4

    નિશાના સ્વરમા
    મધુર મધુર
    ગીત

  5. કિરણ
    May 9th, 2009 at 03:42 | #5

    enjoyed a monsoon dance in hot summer.

    what a w0rd picture !

  1. No trackbacks yet.