Home > ગાર્ગી વોરા, ગીત, મુકેશ માલવણકર > એકલ દોકલ વરસાદે – મુકેશ માવલણકર

એકલ દોકલ વરસાદે – મુકેશ માવલણકર

સ્વરાંકન: પરેશ ભટ્ટ
સ્વર: ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહું’

Please follow and like us:
Pin Share
  1. June 16th, 2008 at 09:24 | #1

    અદ્ ભૂત…… !!

    અમદાવાદમાઁ વરસાદ તો ૩-૪ દિવસથી
    શરુ થયો છે પણ લાગે છે આજે જ ભીઁજાઈ……..!!

  2. ચાંદસૂરજ
    June 16th, 2008 at 10:58 | #2

    વારિભરેલાં વારિદ વર્ષાને વરસાવી,વસુંધરાના વારિધિને છલકાવી,વસુધાને ભીંજવી કેવું મજાનું આલિંગન
    આપે છે કે તૃપ્ત થઈને સારી સૃષ્ટિ નાચી

  3. ચાંદસૂરજ
    June 16th, 2008 at 11:17 | #3

    વારિભરેલાં વારિદ વર્ષાને વરસાવી,વસુંધરાના વારિધિને છલકાવી,વસુધાને ભીંજવી કેવું મજાનું આલિંગન
    આપે છે કે તૃપ્ત થઈને સૃષ્ટિ સારી સમુલાસ નાચી ઊઠે છે! પણ એકલ દોકલ વરસાદે એની તૃષ્ણા ભલા શેં છીપાય? કોઈ વરસાદને જઈ કહો કે માઝા મૂકીને વરસે!

  4. pragnaju
    June 16th, 2008 at 15:07 | #4

    ગઈકાલે જ સ્ટોર્મમાં ભીજાયા અને આજે પરેશનાં સ્વરાંકન- ગાર્ગીના સ્વરમાં ભીજાવી ગયું આ ગીત!
    એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
    વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
    સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
    છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
    તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’
    વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
    ક્યારે વ્હાલમ– મધુરું મઝાનું ગીત

  5. December 5th, 2010 at 02:50 | #5

    વગર વરસાદે ભીંજાવું હોય તો ગુજરાતી ગીત પ્રેમી માટે સાચું સ્થાન ,આટલું નાનું ગીત અને
    પરેશભાઈએ ૮ મિનીટ કરતાં પણ વધારે ઉમદાસ્વરાંકન આપી કમાલ કરી છે
    સુરેશ મણીઆર

  1. No trackbacks yet.