Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ > કાજળ ભર્યાં નયન નાં – અમૃત ‘ઘાયલ’

કાજળ ભર્યાં નયન નાં – અમૃત ‘ઘાયલ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનમાં જો દુ:ખો હોયે તો જીવન મદિરાધામ થઇ જાયે,
આ દિલ સુરાહી ને નયન જામ થઇ જાયે.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું,
જો કીકી રાધા થઇ જાયે તો કાજળ શ્યામ થઇ જાયે.

કાજળ ભર્યાં નયન નાં કામણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે
કે ઝેર પણ ગમે છે, મારણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…

દિલ તો હવે તને શું દુનિયાને પણ નહિ દઉં
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરી ને
છે ખુબ મહોબત્તીની માલણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…

‘ઘાયલ’ મને મુબારક આ ઉર્મીકાવ્ય મારાં
મેં રોઇને ભર્યાં છે એ રણ મને ગમે છે
કારણ નહિ જ આપું, કારણ મને ગમે છે
કાજળ ભર્યાં નયન નાં…

Please follow and like us:
Pin Share
  1. Mahesh Shah
    September 27th, 2009 at 04:12 | #1

    Neerajbhai,

    Super work!

    If I can be of any help, pl let me know.

    Do you have “taaro chhedlo tu maathe raakhane jaraa, aato chaiter vaishakhanaa vaayaraa.

    I think it was sung by Purshottam Upadhyay. I remember that it was comosed by Avinash Vyas.

    Mahesh Shah

  2. January 8th, 2010 at 02:01 | #2

    કજ્લ ભર્ય નયન નઅ ન કેત્લુ સરસ ચ્હે

    કારાન નાહિ જ આપુ કાર્ાન માને ગમે ચે

    ખુબ જ સરસ સે

  3. rajoo parikh
    May 21st, 2011 at 09:23 | #3

    નીરજ્ભાઈ

    આનંદ થયો

    રાજુ

  1. No trackbacks yet.