Home > આદિલ મન્સુરી, ગઝલ, મનહર ઉધાસ > માનવ ના થઇ શક્યો – આદિલ મન્સૂરી

માનવ ના થઇ શક્યો – આદિલ મન્સૂરી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો
માનવ ના થઇ શક્યો…

વરસો પછી મળ્યાંતો નયન ભીનાં થઇ ગયાં
સુખ નો પ્રસંગ શોક નો અવસર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો
માનવ ના થઇ શક્યો…

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ
મારોય હાથ આજ તો સુંદર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો
માનવ ના થઇ શક્યો…

‘આદિલ’ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું
ગઇકાલનો આ છોકરો શાયર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો
માનવ ના થઇ શક્યો…

Please follow and like us:
Pin Share
  1. July 21st, 2008 at 08:49 | #1

    ભઈ વહ વહ વહ વહ વહ્

  2. Naishadh Pandya
    December 19th, 2008 at 13:57 | #2

    એકતો આદિલ અને સાથે મનહર બન્ને સાથે ત્રિજુ શુ જોઇએ?

  3. DHARMISHTHA
    March 8th, 2010 at 16:49 | #3

    ખુબ જ સરસ ….. મને ગમતુ song …… thanks

  4. rasesh joshi
    April 1st, 2010 at 09:06 | #4

    very પ્લેસેદ તો પ્લેસેદ તો હેઅર મ. ઉધા ઓન નેટ.
    ઘણો આનંદ થયો .ગુજરાતી ભાસા ને નેટ પેર જોઈ ઘણો આનંદ થયો.
    અભિનંદન.

  5. rasesh joshi
    April 1st, 2010 at 09:08 | #5

    very pleased
    ઘણો આનંદ થયો .ગુજરાતી ભાસા ને નેટ પેર જોઈ ઘણો આનંદ થયો.
    અભિનંદન.

  6. Ajay Thaker
    January 3rd, 2011 at 17:47 | #6

    અદભુત ગીત!!

  1. No trackbacks yet.